ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 24, 2025 9:31 એ એમ (AM)

printer

ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે મુંબઈમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણાં અને વિકાસ નિગમના કોર્પોરેટ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે

ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે મુંબઈમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણાં અને વિકાસ નિગમના કોર્પોરેટ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. શ્રી શાહ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સહકારસે સમૃદ્ધિના વિઝનને અનુરૂપ સહકારી ક્ષેત્રને લગતી અનેક પહેલો પણ શરૂ કરશે. તેઓ આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ – 2025 નું વાર્ષિક કેલેન્ડર પણ બહાર પાડશે.શ્રી શાહ દેશમાં દસ હજાર નવી રચાયેલી સોસાયટીઓ માટે તાલીમ કાર્યક્રમ અને પ્રાથમિક સહકારી સોસાયટીઓ માટે રેન્કિંગ સિસ્ટમ શરૂ કરશે. શહેરી સહકારી બેંકોની વ્યવસાયિક મુશ્કેલીઓ દૂર કરવા માટે સરકારે આ નિગમની સ્થાપના કરી છે. આનાથી લગભગ દોઢ હજાર શહેરી સહકારી બેંકોને જરૂરી માહિતી ટેકનોલોજી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. રિઝર્વ બેંકે કોર્પોરેશનને નોંધણીની તારીખથી મહત્તમ એક વર્ષની અંદર એટલે કે 8 ફેબ્રુઆરી, 2025 સુધીમાં ચૂકવાયેલ મૂડી પ્રાપ્ત કરવાનો નિર્દેશ આપ્યો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.