ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 29, 2024 8:47 એ એમ (AM)

printer

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૃહરક્ષક અને નાગરિક સંરક્ષણ દળ રાજ્ય કક્ષાના રમતોત્સવને ખુલ્લો મૂક્યો

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે ગાંધીનગરમાં ગૃહરક્ષક અને નાગરિક સંરક્ષણ દળ રાજ્ય કક્ષાના રમતોત્સવને ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે શ્રી સંઘવીએ કહ્યું કે, આગામી સમયમાં ગૃહરક્ષક અને નાગરિક સંરક્ષણ દળના જવાનોને વિવિધ રમતોની જિલ્લા અને રાજ્ય કક્ષાએ કાયમી તાલીમ આપવા માટે રમત – ગમતની સુવિધાઓ વિકસાવવામાં આવશે.
શ્રી સંઘવીએ કહ્યું કે, સમાજની દરેક તકલીફને પોતાની તકલીફ સમજી ગૃહરક્ષક હરહંમેશ નાગરિકોના હિતાર્થે કામ કરે છે. નાગરીકો સાથે સીધા સંપર્કમાં હોવાથી અને સમાજ સાથે સૌથી નજીકથી કામ કરતું દળ હોવાથી ગૃહરક્ષક સરકાર અને પોલીસ માટે ‘હ્યુમન ઇન્ટેલિજન્સ’ તરીકે વિશેષ સહાય કરી શકે છે.
આ રમતોત્સવમાં રાષ્ટ્રીય કક્ષાએ વિજેતા બનેલા રાજ્યના જવાનોને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ