નવેમ્બર 17, 2025 9:02 એ એમ (AM)

printer

ગૃહમંત્રી અમિત શાહ આજે હરિયાણાના ફરીદાબાદમાં ઉત્તર ક્ષેત્રીય પરિષદની બેઠકની અધ્યક્ષતા કરશે

ગૃહમંત્રી અમિત શાહ આજે હરિયાણાના ફરીદાબાદમાં ઉત્તર ક્ષેત્રીય પરિષદની બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં હરિયાણા, હિમાચલ પ્રદેશ અને પંજાબના મુખ્યમંત્રીઓ, દિલ્હી, જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના ઉપરાજ્યપાલો અનેચંદીગઢના પ્રશાસક ઉપસ્થિત રહેશે. આ પરિષદ કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સહકાર સંવાદમાટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. ઉત્તર ક્ષેત્રીય પરિષદની 32મી બેઠકમાં રાજ્ય સરકારો વચ્ચે સંકલન, પાણીની વહેંચણીના મુદ્દાઓ અને વિકાસ કાર્ય પર ચર્ચાથવાની આશા છે. રાજ્ય પુનર્ગઠન અધિનિયમ1956 હેઠળ રચાયેલી પ્રાદેશિક પરિષદોરાજ્યોને લગતી બાબતોને રજૂ માટે સલાહકાર સંસ્થાઓ તરીકે સેવા આપે છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ પ્રાદેશિક પરિષદોની ભૂમિકા સલાહકાર પ્રકૃતિથી કાર્ય મંચતરફ બદલાઈ ગઈ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રાદેશિક પરિષદો સભ્યો વચ્ચેઉચ્ચ-સ્તરીય ચર્ચાઓ માટે તક પૂરી પાડે છે. તેઓ મિત્રતા અને સદ્દભાવનાના વાતાવરણમાં મુશ્કેલ અને જટિલ મુદ્દાઓને ઉકેલવા માટેઉપયોગી પ્લેટફોર્મ તરીકે સેવા આપે છે. ચર્ચાઓ દ્વારા, પ્રાદેશિક પરિષદો મહત્વપૂર્ણ સામાજિક-આર્થિક મુદ્દાઓ પરરાજ્યો વચ્ચે સંકલિત અભિગમ વિકસાવવામાં મદદ કરે છે.