ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નશીલા પદાર્થ વિરોધી દળના વડાઓની રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે. આ પરિષદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ડ્રગ-મુક્ત ભારત પ્રત્યેની પ્રતિબદ્ધતાને મજબૂત કરવા અને આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે કાર્ય યોજના નક્કી કરવા માટે એક વ્યૂહાત્મક પ્લેટફોર્મ હશે.અમારા સંવાદદાતાએ જણાવ્યું હતું કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા આયોજિત પરિષદનો વિષય છે – સામૂહિક સંકલ્પ-વહેંચાયેલ જવાબદારી.
Site Admin | સપ્ટેમ્બર 16, 2025 9:06 એ એમ (AM)
ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નશીલા પદાર્થ વિરોધી દળના વડાઓની રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે
