ગૃહમંત્રી અમિત શાહ આજે અસમમાં અનેક વિકાસ યોજનાઓનો શુભારંભ કરશે. તેઓ અત્યાધુનિક લચિત બરફૂકન પોલીસ એકેડેમીનું ઉદ્ઘાટન કરશે અને પોલીસ એકેડેમી રહેણાંક પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. આ પ્રસંગે અસમના મુખ્યમંત્રી હિમંતા બિસ્વ સરમા અને કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલ પણ ઉપસ્થિત રહેશે. શ્રી શાહ ગઈકાલે સાંજે અસમના ગોલાઘાટ પહોંચ્યા હતાં.
ગૃહમંત્રી આજે બપોરે મિઝોરમની મુલાકાત લેશે અને અસમ રાઇફલ્સ બેઝને આઈઝોલથી ઝોખાવસાંગ ખસેડવાના સમારોહમાં હાજરી આપશે.
શ્રી શાહ આવતીકાલે કોકરાઝાર જિલ્લાના દોત્મા ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી સંઘના વાર્ષિક સમારોહને સંબોધિત કરશે અને ત્યારબાદ ગુવાહાટીમાં પૂર્વોત્તર ક્ષેત્રના આઠ મુખ્યમંત્રીઓ સાથે પૂર્વોત્તરમાં નવા ફોજદારી કાયદાઓના અમલીકરણની સમીક્ષા કરશે.
Site Admin | માર્ચ 15, 2025 10:53 એ એમ (AM)
ગૃહમંત્રી અમિત શાહ આજે અસમમાં અનેક વિકાસ યોજનાઓનો શુભારંભ કરાવશે