ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ગૃહમંત્રી અમિત શાહ આજથી રાજ્યની બે દિવસની મુલાકાતેઃ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજથી રાજ્યની બે દિવસની મુલાકાતે છે. શ્રી શાહે આજે સવારે અમદાવાદમાં ભગવાન જગન્નાથજી મંદિરમાં મંગળા આરતી કરી. શ્રી શાહ આજે બપોરે ગાંધીનગરના ઇન્ફોસિટીમાં ઇન્ફોર્મેશન એન્ડ લાઇબ્રેરી નેટવર્કની મુલાકાત લેશે.
કેન્દ્રીય ગૃહ મંત્રી આજે સાંજે ગાંધીનગર સર્કિટ હાઉસમાં ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટીની બેઠકમાં ભાગ લેશે.
શ્રી શાહ આવતી કાલે ગોધરા જિલ્લાના વિંઝોલમાં ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનાં વિવિધ પ્રોજેક્ટોનાં ખાતમૂહુર્ત અને લોકાર્પણ સમારોહમાં ઉપસ્થિત રહેશે. તેઓ આવતી કાલે બાવળા તાલુકાના આદ્રોડા સેવા સહકારી મંડળીનાં નવનિર્મિત સહકારી સંકુલનું લોકાર્પણ કરશે.
આ ઉપરાંત તેઓ સાણંદ તાલુકામાં જુવાલ પ્રાથમિક શાળા લોકાર્પણ અને ફાંગડી પંચાયત ઘરનું લોકાર્પણ સહિતનાં કાર્યક્રમોમાં હાજરી આપશે.