માર્ચ 15, 2025 7:54 પી એમ(PM)

printer

ગૃહમંત્રી અમિત શાહે લચિત બરફૂકન પોલીસ એકેડેમીનું ઉદ્ઘાટન કર્યું, આસામમાં આવાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો

કેન્દ્ર સરકારે આસામમાં માળખાકીય ક્ષેત્રના વિકાસ માટે 3 લાખ કરોડ રૂપિયા ફાળવ્યા છે. તેમજ કેન્દ્ર સરકારે રાજ્યના તમામ ઉગ્રવાદીજૂથો સાથે મંત્રણાનો અભિગમ અપનાવ્યો હોવાથી રાજ્યમાં શાંતિની પુનઃ સ્થાપના થઇ છે અને આસામ વિકાસના પંથે ઝડપથી આગળ વધી રહ્યું છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે આસામના દેરગાવમાં અદ્યતન લચિત બરફૂકન પોલીસ અકાદમીનું ઉદ્દઘાટન અને પોલીસ અકાદમી માટે ગૃહનિર્માણ યોજનાનો શિલાન્યાસ કરતાં આ મુજબ જણાવ્યું હતું.

આવતીકાલે શ્રી અમિત શાહ ઇશાન ભારતના રાજ્યોમાં નવા ફોજદારી ધારાઓના અમલીકરણની સમીક્ષા માટે ગુવહાટી ખાતે યોજાનારી ખાસ બેઠકમાં ભાગ લેશે. આ બેઠકમાં ઇશાન ભારતના
રાજ્યોના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહેશે.