ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 6, 2025 7:50 પી એમ(PM)

printer

ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં ભારતીય ભાષા અનુભાગનો પ્રારંભ કરાવ્યો

ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં ભારતીય ભાષા અનુભાગનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે શ્રી શાહે કહ્યું કે તે વિદેશી ભાષાઓના પ્રભાવથી વહીવટને મુક્ત કરવાની દિશામાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. તેમણે કહ્યું કે જ્યારે વિચાર, વિશ્લેષણ અને નિર્ણય લેવાની પ્રક્રિયાઓ માતૃભાષામાં હશે ત્યારે જ સંભાવનાનો સંપૂર્ણ ઉપયોગ કરી શકાય છે.ભારત બધી સ્થાનિક ભાષાઓને મજબૂત કરીને જ તેના શાશ્વત ગૌરવશાળી સ્થાન પર પહોંચશે.
ગૃહમંત્રીએ કહ્યું કે ભારતીય ભાષા અનુભાગ ભારતની ભાષાની વિવિધતાને સમાવીને તમામ ભાષાઓને એક મજબૂત અને સંગઠિત પ્લેટફોર્મ પૂરું પાડશે. તેમણે એવો પણ અભિપ્રાય આપ્યો કે બધી ભાષાઓની ભાવના, સમૃદ્ધિ અને સંવેદનશીલતાને ઘટાડ્યા વિના ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ