ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના અમદાવાદમાં રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવનચરિત્ર ‘ચુનૌતિયાં મુઝે પસંદ હૈ’ ના ગુજરાતી અનુવાદનું વિમોચન કર્યું. આ પ્રસંગે શ્રી શાહે આનંદીબેનની સંઘર્ષશક્તિ અને નેતૃત્વને બિરદાવ્યુ હતું. આનંદીબેન પટેલની સંઘર્ષથી ગૌરવ સુધીની યાત્રા પ્રેરણાદાયી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જણાવ્યુ કે, આ પુસ્તક નારીશક્તિને હરહંમેશ પ્રેરણા અને આત્મબળ આપતું પુસ્તક બની રહેશે. આ પ્રસંગે આનંદીબેન પટેલે કહ્યું, આ પુસ્તક વેચાણના તમામ નાણાં દીકરીઓના શિક્ષણ માટે વપરાશે.
Site Admin | ડિસેમ્બર 8, 2025 8:49 એ એમ (AM)
ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના અમદાવાદમાં પુસ્તક ‘ચુનૌતિયાં મુઝે પસંદ હૈ’ ના ગુજરાતી અનુવાદનું વિમોચન કર્યું