ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે સરકાર દેશમાં અભૂતપૂર્વ ગતિએ ડ્રગ્સની હેરાફેરી કરતી ટોળકીઓનો નાશ કરી રહી છે. તેમણે કહ્યું કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને દિલ્હી પોલીસની ટીમોએ નવી દિલ્હીમાં 262 કરોડ રૂપિયાની કિંમતનો 328 કિલો ડ્રગ્સ જપ્ત કર્યો છે અને બે લોકોની ધરપકડ કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં ગૃહમંત્રીએ કહ્યું કે આ કામગીરી સાબિત કરે છે કે સંબંધિત વિભાગો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રગ મુક્ત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે. તેમણે આ કામગીરી માટે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને દિલ્હી પોલીસની સંયુક્ત ટીમને અભિનંદન આપ્યા.
Site Admin | નવેમ્બર 23, 2025 7:45 પી એમ(PM)
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે સરકાર દેશમાં અભૂતપૂર્વ ગતિએ ડ્રગ્સની હેરાફેરી કરતી ટોળકીઓનો નાશ કરી રહી છે