સપ્ટેમ્બર 28, 2025 7:39 પી એમ(PM)

printer

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે આવતા વર્ષે 31 માર્ચ સુધીમાં દેશમાંથી ડાબેરી ઉગ્રવાદ સંપૂર્ણપણે નાબૂદ થઈ જશે.

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે આવતા વર્ષે 31 માર્ચ સુધીમાં દેશમાંથી ડાબેરી ઉગ્રવાદ સંપૂર્ણપણે નાબૂદ થઈ જશે.
આજે નવી દિલ્હીમાં નક્સલ મુક્ત ભારત અભિયાનના સમાપન સત્રમાં બોલતા તેમણે કહ્યું કે જ્યારે 2014 માં નરેન્દ્ર મોદી સરકાર સત્તામાં આવી ત્યારે – જમ્મુ અને કાશ્મીર, ઉત્તરપૂર્વ અને ડાબેરી ઉગ્રવાદ કોરિડોર – માં હિંસક ઘટનાઓ રાષ્ટ્રીય સુરક્ષાને ગંભીર અસર કરી રહી હતી. શ્રી અમિત શાહે કહ્યું કે સરકારે આ પડકારોનો સામનો કરવા માટે લાંબા ગાળાની વ્યૂહરચના અપનાવી છે. પૂર્વોત્તરમાં, 2004 થી 2014 ના દાયકાની તુલનામાં 2014 થી 2024 દરમિયાન શહીદ થયેલા સુરક્ષા કર્મચારીઓની સંખ્યામાં 70 ટકાનો ઘટાડો થયો છે