કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આતંકવાદ અને ઉગ્રવાદ જેવા ગંભીર ખતરાઓનો સામનો કરવાના દેશના પ્રયાસોને મજબૂત બનાવવા એક નવું મલ્ટી એજન્સી સેન્ટરનો પ્રારંભ કરાવ્યો.નવી દિલ્હીમાં ગઇકાલે આ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યા બાદ શ્રી શાહે કહ્યું, આ સેન્ટર રાષ્ટ્રીય સુરક્ષા પડકારોનો સામનો કરવા તમામ એજન્સીઓના પ્રયાસને એકીકૃત કરવા એક સંકલિત મંચ પૂરું પાડશે.
તેમણે ઉમેર્યું, ઓપરેશન સિંદૂર પ્રધાનમંત્રી મોદીની મજબૂત રાજકીય ઇચ્છાશક્તિ, ગુપ્તચર એજન્સીઓ પાસેથી મળેલી સચોટ માહિતી અને ત્રણેય સશસ્ત્ર દળોની અદમ્ય પ્રહાર ક્ષમતાનું અનોખું પ્રતીક છે, ભારતને તેના ત્રણ સશસ્ત્ર દળો, સરહદ સુરક્ષા દળ અને તમામ સુરક્ષા એજન્સીઓ પર ગર્વ છે.છત્તીસગઢ-તેલંગાણા સરહદ પર કરરેગુટ્ટા હિલ્સમાં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા નક્સલ વિરોધી ઓપરેશન વિશે બોલતા શ્રી શાહે કહ્યું કે, નક્સલીઓ સામેનું આ ઐતિહાસિક ઓપરેશન દેશના સુરક્ષા દળો વચ્ચે ઉત્તમ સંકલન દર્શાવે છે
Site Admin | મે 17, 2025 9:28 એ એમ (AM)
ગૃહમંત્રી અમિત શાહે આતંકવાદ અને ઉગ્રવાદ જેવા ગંભીર ખતરાઓનો સામનો કરવાના દેશના પ્રયાસને મજબૂત બનાવવા નવું મલ્ટી એજન્સી સેન્ટર શરૂ કરાવ્યું