માર્ચ 1, 2025 7:31 પી એમ(PM)

printer

ગૃહમંત્રી અમિત શાહે આજે મણિપુરમાં સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરી

ગૃહમંત્રી અમિત શાહે આજે મણિપુરમાં સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરી. શ્રી શાહે 8 માર્ચથી રાજ્યના તમામ રૂટ પર લોકોની અવરજવર સરળ રહે તે સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપી હતી.
શ્રી શાહે નવી દિલ્હીમાં મણિપુરના રાજ્યપાલ અજય કુમાર ભલ્લાની હાજરીમાં બેઠકની અધ્યક્ષતા કરતી વખતે આ સૂચનાઓ આપી હતી. તેમણે કહ્યું કે મણિપુરની આંતરરાષ્ટ્રીય સરહદની બંને બાજુ વાડનું કામ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. બેઠક દરમિયાન, શ્રી શાહે કહ્યું કે નરેન્દ્ર મોદી સરકાર મણિપુરમાં કાયમી શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.