ગૃહમંત્રી અમિત શાહે આજે પોલીસ સ્મૃતિ દિવસ અવસરે ફરજ દરમિયાન પોતાનું સર્વોચ્ચ બલિદાન આપનાર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે રાષ્ટ્ર માટે કરેલા તમામ બલિદાન માટે તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.
શ્રી શાહે આજે સવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય પોલીસ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ગૃહ રાજ્ય મંત્રી સંજયકુમાર, ગૃહ સચિવ ગોવિંદ મોહન, ઈન્ટેલિજન્સ બ્યુરોના ડાયરેક્ટર તપન કુમાર ડેકા, અર્ધલશ્કરી દળોના મહાનિર્દેશકોએ પણ રાષ્ટ્રીય પોલીસ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે શ્રી શાહે કહ્યું હતું કે દેશ માટે પોતાના જીવનનું બલિદાન આપનાર બહાદુર સૈનિકોનો દેશ હંમેશા ઋણી રહેશે.