ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અમિત શાહે બિહારના સારણમાં પાર્ટીના ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો. તેમણે આજે એક રેલીમાં તરૈયાના ધારાસભ્ય જનક સિંહ અને અમનૌરના ઉમેદવાર કૃષ્ણ કુમાર મન્ટુ માટે સમર્થન રેલી કાઢી. તરૈયા, સારણમાં એક જાહેર સભાને સંબોધતા, શ્રી શાહે છેલ્લા બે દાયકામાં રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા બદલ મુખ્યમંત્રી નીતિશ કુમારની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે NDA નીતિશ કુમારના નેતૃત્વ હેઠળ ચૂંટણી લડી રહ્યું છે.
શ્રી શાહે છેલ્લા ૧૧ વર્ષમાં પ્રધાનમંત્રી મોદીના યોગદાન પર પણ ભાર મૂક્યો, તેમને ગરીબો માટે વરદાન ગણાવ્યા. બિહાર વિધાનસભાની ચૂંટણી ૬ અને ૧૧ નવેમ્બરે બે તબક્કામાં યોજાશે. ચૂંટણી પરિણામો ૧૪ નવેમ્બરે જાહેર કરવામાં આવશે.