રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અધ્યક્ષતામાં ગુજરાત વિદ્યાપીઠનો 71મો દીક્ષાંત સમારોહ સંપન્ન થયો હતો.વિદ્યાર્થીઓ ગાંધીજીના આદર્શોને આત્મસાત કરી આત્મનિર્ભર ભારતના સંવાહક બને તેવી રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ વિદ્યાર્થીઓને હાકલ કરી હતી. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પોતાના સંબોધનમાં કહ્યું કે, ગાંધી મૂલ્યો અને સ્વદેશીના સંવાહક બની યુવાશક્તિ ‘આત્મનિર્ભર ગુજરાતથીN આત્મનિર્ભર ભારત’નું નિર્માણ કરશે.વિદ્યાપીઠના કુલાધિપતિ અને ગુજરાત તેમજ મહારાષ્ટ્રના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પદવી એનાયત કરવાની જાહેરાત સાથે આ પદવીદાન સમારંભમાં સૌપ્રથમ વખત ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા અભ્યાસની સાથે સાથે સામાજિક પ્રવૃતિના આધારે વિદ્યાર્થિઓને સુવર્ણ ચંદ્રકથી સન્માનિત કરાયા હતા.રાષ્ટ્રપતિના હસ્તે 7 વિદ્યાશાખાઓના 18 વિભાગોના 713 જેટલા વિદ્યાર્થીઓએ પદવી એનાયત કરાઈ હતી.
Site Admin | ઓક્ટોબર 12, 2025 9:34 એ એમ (AM)
ગૂજરાત વિદ્યાપીઠના પદવીદાન સમારંભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર કહ્યું કે, ગાંધી મૂલ્યો અને સ્વદેશીના સંવાહક બની યુવાશક્તિ ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’નું નિર્માણ કરશે