ગુવાહાટી, ડિબ્રુગઢ અને સિલચરમાં બધી દુકાનો અને વ્યવસાયિક સંસ્થાઓને 24 કલાક ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવશે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ એક પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, રાજ્ય મંત્રીમંડળે રાજ્યના પાટનગર અને અન્ય બે મહત્વપૂર્ણ શહેરોમાં દારૂના આઉટલેટ્સ સિવાયની દુકાનો અને વ્યવસાયિક સંસ્થાઓને 24 કલાક કાર્યરત રાખવાની નીતિને મંજૂર કરી છે. તેમણે કહ્યું કે, અન્ય શહેરોમાં, બધી દુકાનો સવારે 2 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવશે, જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં આ મર્યાદા રાત્રે 11 વાગ્યા સુધી રહેશે. જોકે, કામદારો વધુમાં વધુ નવ કલાક કામ કરશે. 24 કલાકની કામગીરીને કારણે ત્રણ શિફ્ટમાં કામ શરૂ થતા રોજગારીમાં પણ વધારો થશે.
Site Admin | માર્ચ 21, 2025 8:44 એ એમ (AM)
ગુવાહાટી, ડિબ્રુગઢ અને સિલચરમાં દુકાનો અને વ્યવસાયિક સંસ્થાઓને 24 કલાક ખુલ્લા રાખવા આસામ સરકારની મંજૂરી
