નવેમ્બર 26, 2025 7:35 પી એમ(PM)

printer

ગુવાહાટીમાં રમાયેલી અંતિમ ટેસ્ટ ક્રિકેટ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને 408 રનથી હરાવીને શ્રેણી 2-0થી જીતી.

ગુવાહાટીમાં રમાયેલી બીજી અને અંતિમ ટેસ્ટ ક્રિકેટ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને 408 રનથી હરાવીને શ્રેણી 2-0થી જીતી લીધી. 549 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારત રમતના અંતિમ દિવસે 140 રનમાં ઓલઆઉટ થઈ ગયું. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ 54 રન બનાવ્યા. દક્ષિણ આફ્રિકાના સિમોન હાર્મરે છ વિકેટ લીધી.
દક્ષિણ આફ્રિકાએ ટેસ્ટ મેચમાં ભારતને આટલા મોટા માર્જિનથી હરાવીને નવો રેકોર્ડ બનાવ્યો.