જુલાઇ 10, 2025 8:51 એ એમ (AM)

printer

ગુરૂ વંદના અને ગુરૂપૂજનના પાવન પર્વ ગુરૂપૂર્ણિમા નિમિત્તે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો – પોરબંદર ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે એવોર્ડ એનાયત કરાયા

આજે અષાઢ સુદ પૂનમ એટલે ગુરૂપૂર્ણિમાનું પાવન પર્વ આજનો દિવસે ગૂરૂઓનું પૂજન અર્ચન અને તેમનું ઋણ ચૂકવવાનો દિવસ છે. ત્યારે આજે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. ગુરૂવંદના, ગુરૂપૂજન અને મહાઆરતી દ્વારા આજનો દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આજના આ દિવસે અમદાવાદ સહિત રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જેમાં બ્રહ્માકુમારીના ગુજરાત ઝોન મુખ્યાલય ખાતે ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી કરવામા આવી રહી છે. પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના ગુજરાતના મુખ્યાલય કાંકરિયા સેવાકેન્દ્ર ઉપર વહેલી સવારથી આધ્યાત્મિક સત્સંગ તથા મહાભોગ યોજાઇ રહ્યો છે. જ્યારે ગુરૂપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ પોરબંદર ખાતે સાંદીપનિમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની ખાસ ઉપસ્થિતિમાં ગુરુ ગૌરવ એવોર્ડ સમારોહ યોજાયો હતો. જેમાં 5 વિશિષ્ટ વ્યક્તિઓને ભાગવત કથાકાર રમેશભાઇ ઓઝાની પ્રેરણાથી એવોર્ડ આપીને સન્માનિત કરાયા હતા.જેમા ભગુભાઈ નાગરજી દરજી નવસારીના અજરાઇ વાળાને લાઈફટાઇમ એચીવમેન્ટ અવોર્ડથી, મહેન્દ્રસિંહ પરમાર-ભાવનગર વાળાને શ્રેષ્ઠ ગુરુ ગૌરવ એવોર્ડથી તથા મૈત્રી વિદ્યાપીઠ-સુરેન્દ્રનગરનું ઉત્તમ વિદ્યામંદિર એવોર્ડથી ભાવપૂજન કરવામાં આવ્યું હતું. આ સિવાય આ વર્ષે સંસ્કૃત ભાષાના ક્ષેત્રમાં ઉત્તમ કાર્ય કરનારા શાસ્ત્રી ચંદ્રકાંત ભટ્ટનું તેમજ પ્રાથમિક શિક્ષણમાં વિશેષ યોગદાન આપનારા હિરેન ભટ્ટનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ તમામ જીલ્લામાંથી એક શિક્ષક એમ 34 જેટલા શિક્ષકોનું ગુરુ ગૌરવ એવોર્ડ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.