ડિસેમ્બર 4, 2025 7:38 પી એમ(PM)

printer

ગુજરાત ATS-એ દેશની જાસૂસીના ગંભીર ગુના બદલ બે લોકોની ધરપકડ કરી.

ગુજરાત આતંકવાદ વિરોધીદળ – ATS-એ દેશની જાસૂસી કરવાના ગંભીર ગુના બદલ બે લોકોની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ, ATSની વિશેષ ટીમે વિશેષ અભિયાન હેઠળ ગોઆથી એક વ્યક્તિ અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણથી મહિલાની ધરપકડ કરી છે.
આ બંને આરોપી રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત ગુપ્ત માહિતી પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થાઓને પહોંચાડતા હતા. તેમજ દેશવિરોધી પ્રવૃત્તિઓમાં પણ તેઓ સંકળાયેલા હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે. ગુજરાત ATS હવે આ નૅટવર્કમાં જોડાયેલા અન્ય લોકોની પણ તપાસ કરી રહી છે.