ગુજરાત આતંકવાદ વિરોધી દળ – ATS અને રાજસ્થાન પોલીસે સંયુક્ત અભિયાનમાં કેફી પદાર્થનું કારખાનું પકડ્યું છે. બંને દળે ભીવાડીમાં ચાલતા કારખાનામાં દરોડા પાડી 22 કિલો જેટલા ગેરકાયદે બનાવાયેલા કેફી પદાર્થ અને રસાયણ કબજે કર્યા. તેમજ ત્રણ વ્યક્તિની ધરપકડ પણ કરી છે. ગુજરાત ATSના S.P. કે. સિદ્ધાર્થે જણાવ્યું, ત્રણેય આરોપી પાસેથી અંદાજે 40 લાખ રૂપિયાનો સામાન કબજે કરાયો છે.
Site Admin | ડિસેમ્બર 29, 2025 7:31 પી એમ(PM)
ગુજરાત ATS અને રાજસ્થાન પોલીસે ભીવાડીમાંથી 40 લાખના કેફી પદાર્થ સાથે ત્રણ વ્યક્તિની ધરપકડ કરી.