નવેમ્બર 9, 2025 7:11 પી એમ(PM)

printer

ગુજરાત ATSએ આતંકી પ્રવૃતિ સાથે સંકળાયેલા ત્રણ શખ્સની ધરપકડ કરી

ગુજરાત આતંકવાદ વિરોધી ટુકડી- ATSએ આતંકી પ્રવૃતિ સાથે સંકળાયેલા ત્રણ શખ્સની ધરપકડ કરી છે. મળેલી બાતમીને આધારે ATSએ તપાસ કરતા ગાંધીનગરના અડાલજ પાસેથી અહેમદ મોહીયુદીન નામના શખ્સને ઝડપી લીધો હતો. તેની પાસેથી 3 પિસ્તોલ અને 30 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. ત્યારબાદ તે શખ્સની પૂછપરછ અને તેના મોબાઈલમાંથી મળેલી વિગતોને આધારે બનાસકાંઠામાંથી અન્ય બે શખ્સની અટકાયત કરવામાં આવી.
આ અંગે વધુ માહિતી આપતા ગુજરાત ATSના નાયબ પોલીસ મહાનિરીક્ષક સુનિલ જોશીએ જણાવ્યું, અદાલતે આરોપી અહેમદ મોહીયુદીન સૈયદના 17 નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.