આજે અમદાવાદમાં મળેલી ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશન (જી.એસ.એફ.એ.)ની 47મી વાર્ષિક સાધારણ સભા (એ.જી.એમ.)માં સંસ્થાના વર્તમાન અધ્યક્ષ અને રાજ્યસભાના સભ્ય શ્રી પરિમલ નથવાણીની ચાર વર્ષના સમયગાળા માટે અધ્યક્ષ તરીકે પુનઃવરણી કરવામાં આવી હતી. શ્રી મૂળરાજસિંહ ચુડાસમાની માનદ્ મહામંત્રી તરીકે તેમજ શ્રી પ્રદીપસિંહ વાઘેલા, શ્રી જિગ્નેશ પાટીલ, શ્રી અરુણસિંહ રાજપુત તથા શ્રી ગુણવંતભાઈ ડેલાવાલાની ઉપાધ્યક્ષ તરીકે પુનઃવરણી કરવામાં આવી હતી. આ ઉપરાંત શ્રી સંદીપ દેસાઇની વરણી શ્રી હનીફ જીનવાલાની જગ્યાએ ઉપાધ્યક્ષ તરીકે કરવામાં આવી હતી, જ્યારે શ્રી અંકિત પટેલની વરણી માનદ્ ખજાનચી તરીકે કરવામાં આવી હતી. વાર્ષિક સાધારણ સભામાં,ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા જિલ્લા એસોસિએશન તથા વ્યક્તિઓને જી.એસ.એફ.એ. એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.આ એવોર્ડ ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (એ.આઇ.એફ.એફ.)ની તર્જ પર શરૂ કરાયા છે.
Site Admin | જુલાઇ 2, 2025 9:46 એ એમ (AM)
ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશન-GSFA ના અધ્યક્ષ તરીકે પરિમલ નથવાણીની પુનઃવરણી