ઓગસ્ટ 18, 2025 10:30 એ એમ (AM)

printer

ગુજરાત સ્ટેટ ફૂટબાલ એસોશિયેશન દ્વારા આયોજિત સિનિયર મેન્સ ક્લબ ચેમ્પિયનશીપ 2025-26નો પ્રારંભ

ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત સીનિયર મેન્સ ક્લબ ચેમ્પિયનશીપ 2025-26નો ગઇકાલથી પ્રારંભ થયો છે.આ ક્લબ ચેમ્પિયનશીપમાં ચેમ્પિયનને એક લાખ, રનર્સ અપને 75 હજાર, ત્રીજા સ્થાને આવનારને 50 હજાર અને ચોથા સ્થાને આવનારને 25 હજારના ઇનામો તથા ટ્રોફી અને મેડલ આપવામાં આવે છે.ગઇકાલે રમાયેલ મેચમાં વડોદરા વંડર્સે ચાંદખેડા F.C.ને 5-0 થી મહાત આપી હતી જ્યારે B.S.P.F.A. સેવી સ્વરાજ F.C. ને 4-2થી હાર આપી હતી. આ ઉપરાંત અન્ય મેચમાં S.A.G. F.A. ઝેવિયસ યુનાઇટેડ F.C. ને 1-0 થી પરાજય આપ્યો હતો.માસ્ટર F.C.એ કીક જેક F.C.ને 4-1થી હરાવ્યુ હતું.