પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા રક્તદાન અમૃત મહોત્સવના બીજા તબક્કાની વિષયવસ્તુ હેઠળ વિશ્વની સૌથી મોટી મહા રક્તદાન શિબિરનું આયોજન કરાયું. શિબિરનું ઉદ્ઘાટન કરતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, પ્રધાનમંત્રીના “સેવા પરમો ધર્મ”ના સંકલ્પથી પ્રેરિત આ ઐતિહાસિક પહેલ માનવતા પ્રત્યે કરુણા અને સામૂહિક જવાબદારીની ભાવનાને પ્રતિબિંબિત કરશે.
ઉલ્લેખનીય છે કે, આ અભિયાન હેઠળ 75 દેશમાં સાત હજાર 500થી વધુ રક્તદાન શિબિર યોજાઈ રહી છે. તેમાં ત્રણ લાખ એકમ રક્ત એકત્રિત કરવાનું લક્ષ્ય રખાયું છે.
સુરતમાં પણ પ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિત્તે મહા આરોગ્ય શિબિર અને રક્તદાન શિબિર યોજાશે, જેમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટિલ ઉપસ્થિત રહેશે.
બીજી તરફ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યભરમાં 75 સ્થળે આયોજિત મેદસ્વિતા નિવારણ યોગ શિબિરનો શુભારંભ કરાવ્યો.
Site Admin | સપ્ટેમ્બર 17, 2025 2:17 પી એમ(PM)
ગુજરાત સહિત દેશભરમાં પ્રધાનમંત્રીના 75માં જન્મદિનની ઉજવણી નિમિત્તે આરોગ્ય કેમ્પ સહિતના વિવિધ કાર્યક્રમો.