ભારતીય હવામાન વિભાગે આગામી બે દિવસ માટે દેશના ઉત્તરપશ્ચિમ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આવતીકાલ સુધી ગુજરાત, ઓડિશા, રાજસ્થાન અને ઉત્તરાખંડમાં અલગ અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, બિહાર, છત્તીસગઢ, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, હરિયાણા, પંજાબ, દિલ્હી, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીરમાં પણ આવતીકાલ સુધી અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.
Site Admin | ઓગસ્ટ 25, 2025 7:39 એ એમ (AM)
ગુજરાત સહિત દેશના ઉત્તરપશ્ચિમ ભાગોમાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
