કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીર, પંજાબ, ચંદીગઢ, લદ્દાખ, રાજસ્થાન અને ગુજરાત જેવા સરહદી વિસ્તારમાં સ્થિત વૈજ્ઞાનિક અને ટેકનિકલ સંસ્થાઓની સુરક્ષાને વધુ મજબૂત બનાવવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનિકલ રાજ્ય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંઘે શનિવારે નવી દિલ્હીમાં એક ઉચ્ચ સ્તરીય સંયુક્ત બેઠકની અધ્યક્ષતા કર્યા બાદ આ નિર્ણય લીધો.
આ બેઠકનો હેતુ દેશના સંવેદનશીલ વિસ્તારોમાં સ્થિત વૈજ્ઞાનિક સંકુલોની સુરક્ષા તૈયારીઓની સમીક્ષા કરવાનો હતો. ડૉ. જીતેન્દ્ર સિંઘે તમામ વૈજ્ઞાનિક વિભાગોને તેમના સુરક્ષા પ્રોટોકોલ અપડેટ કરવા અને સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર સાથે સતત સંપર્ક જાળવવા નિર્દેશ આપ્યો. આ ઉપરાંત, તમામ સંસ્થાઓને કટોકટીની પરિસ્થિતિઓનો સામનો કરવા, મોક ડ્રીલ કરવા અને સુરક્ષા અને સ્થળાંતર માટે તાલીમ કાર્યક્રમો હાથ ધરવા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર -SOP અપડેટ કરવા સૂચના આપવામાં આવી છે.