કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત સહિત છ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા-SIR માટેના સમયપત્રકમાં સુધારો કર્યો છે. તેમાં ગુજરાત ઉપરાંત, તમિલનાડુ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે.
સુધારેલા સમયપત્રક મુજબ, ગુજરાત અને તમિલનાડુમાં હવે 14 ડિસેમ્બર સુધીમાં આ કવાયત પૂર્ણ કરશે. એટલે કે 14 ડિસેમ્બર સુધી ગણતરી પત્રકો જમા કરાવી શકાશે. આ બંને રાજ્યોમાં 19 ડિસેમ્બરે ડ્રાફ્ટ મતદાર યાદી બહાર પડશે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને આંદામાન અને નિકોબાર ટાપુઓ માટે ગણતરી પત્રકો જમા કરાવવાની અંતિમ તારીખ 18 ડિસેમ્બર જ્યારે ઉત્તર પ્રદેશ માટે 26 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે.
Site Admin | ડિસેમ્બર 11, 2025 7:41 પી એમ(PM)
ગુજરાત સહિત છ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIRની મુદત લંબાવાઇ -રાજ્યમાં હવે 14 ડિસેમ્બર સુધી ગણતરી પત્રકો જમા કરાવી શકાશે