ગુજરાતની કડી અને વિસાવદર સહિત ચાર રાજ્યોની પાંચ વિધાનસભા બેઠક પરની પેટા-ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું. કડી બેઠક પર ભાજપના રાજેન્દ્ર ચાવડા અને વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનો વિજય થયો છે.
પશ્ચિમ બંગાળમાં કાલિગંજ બેઠક પર તૃણમૂલ કૉંગ્રેસનાં ઉમેદવાર અલિફા અહમદનો વિજય થયો છે. જ્યારે કેરળની નિલામ્બુર વિધાનસભા બેઠક પર કૉંગ્રેસના નેતૃત્વવાળી યુનાઈટેડ ડૅમોક્રેટિક ફ્રન્ટનો વિજય થયો છે. આ બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર આર્યદાન શૌકત 77 હજાર મતથી જીત્યા છે. તો પંજાબની લુધિયાણા પશ્ચિમ વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર સંજય અરોરાનો વિજય થયો છે.