ગુજરાત સરકાર અગ્નિવીરોને એસઆરપીમાં પ્રાથમિકતા આપશે : મુખ્યમંત્રી

ગુજરાત સરકાર ભારતીય સેનાના અગ્નિવીરોને રાજ્યમાં હથિયારધારી પોલીસ અને રાજ્ય અનામત પોલિસ દળ-એસઆરપીનીભરતીમાં પ્રાથમિકતા આપશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે સોશિયલ મિડિયામાં એક પોસ્ટ મૂકી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા ભારતીય સેનાના અગ્નિવીરોને રાજ્યમાં હથિયારધારી પોલીસ દળ અને રાજ્ય અનામત પોલીસ દળ-(એસઆરપીએફ)ની ભરતીમાં પ્રાથમિકતા આપવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિપક્ષ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, અગ્નિપથ યોજના અને અગ્નિવીરોના મામલે વિપક્ષ દ્વારા જનતામાં જે ભ્રમ ફેલાવવામા આવી રહ્યો છે તે સંપૂર્ણ પણે પાયાહીન છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.