ડિસેમ્બર 23, 2025 2:05 પી એમ(PM)

printer

ગુજરાત સરકારે ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં દારુબંધીના નિયમો હળવા કર્યા

ગુજરાત સરકારે ગાંધીનગર સ્થિત GIFT સિટીમાં વધુ છૂટછાટ જાહેર કરી છે.. ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ ના નિયમો હળવા કરવાનું આજે જાહેરનામુ પ્રસિધ્ધ કર્યું છે. ગિફ્ટ સિટીમાં આવતા ગુજરાત બહારના લોકોને પરમિટની જરૂર રહેશે નહીં.
રાજ્ય સરકારે દારૂબંધીના નિયમોમાં વધુ છૂટ આપતું વિગતવાર જાહેરનામુ પ્રસિધ્ધ કર્યુ છે તેમાં આ નિયમો હળવા કરવાની જાહેરાત કરવામાં આવી છે.. ગિફ્ટ સિટીમાં આવતા અન્ય રાજ્યોના મુલાકાતીઓને દારૂ માટે પરમિટ લેવાની જરૂર રહેશે નહીં.અહિં આવતા વિદેશી નાગરિકોને દારૂ માટે પરમિટ લેવાની જરૂર રહેશે નહીં.
વિદેશી અને રાજ્ય બહારના આવતા નાગરિક પોતાનું ઓળખપત્ર બતાવીને GIFT સિટીમાં દારૂ પી શકશે. જોકે ગિફ્ટ સિટી બહાર દારૂ લઇ જવા ઉપર પ્રતિબંધ રહેશે .