ગુજરાત સરકારે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાનની સહાય પેટે દસ હજાર કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ આ રાહત પેકેજની જાહેરાત કરતાં કહ્યું હતું કે ગુજરાતમાં ગત બે દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતા રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે. મંત્રીઓએ જુદા-જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણીને એક અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો હતો આ અહેવાલ બાદ રાહત પેકેજની મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી. સાથોસાથ આવતીકાલથી ગુજરાત સરકાર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે 15 હજાર કરોડ રૂપિયાથી વધુના મૂલ્યની મગફળી મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરવા પણ જઈ રહી હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
Site Admin | નવેમ્બર 8, 2025 8:34 એ એમ (AM)
ગુજરાત સરકારે કમોસમી વરસાદથી ખેડૂતોને 10 હજાર કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી