ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 29, 2025 7:20 પી એમ(PM)

printer

ગુજરાત સમૂદ્રી બૉર્ડ અને પીપાવાવ બંદર લિમિટેડ વચ્ચે 17 હજાર કરોડ રૂપિયાની સમજૂતી કરાર – 25 હજાર રોજગારીનું સર્જન થશે.

ગાંધીનગરમાં આજે ગુજરાત સમૂદ્રી બૉર્ડ અને ગુજરાત પીપાવાવ બંદર લિમિટેડ – APM ટર્મિનલ્સ વચ્ચે 17 હજાર કરોડ રૂપિયાના મૂડીરોકાણના સમજૂતી કરાર – MoU થયા. આ પ્રસંગે ઉપસ્થિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કરારથી પીપાવાવ બંદરના વિસ્તરણના કારણે ગુજરાતની ભારતના સમૂદ્રી પ્રવેશદ્વાર તરીકેની પ્રસ્થાપિત થયેલી ઓળખ વધુ સુદ્રઢ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો.
તેમણે કહ્યું, આ કરારથી પીપાવાવ બંદરની વર્તમાન કન્ટેનર, જથ્થાબંધ, છૂટક તથા જહાજી માલસામાનનું વહન કરવાની ક્ષમતામાં વધારો થશે. તેમજ આ પ્રૉજેક્ટથી 25 હજાર જેટલી નવી રોજગારીની તકનું પણ સર્જન થશે. તેના કારણે સ્થાનિક અર્થતંત્રને નવી ગતિ મળશે અને ગ્રામ્ય વિસ્તારમાં જીવનસ્તરમાં પણ સુધારો આવશે. આ કરારનો ઉદ્દેશ પીપાવાવ બંદરના ક્ષમતા વિસ્તરણથી રાજ્યમાં અદ્યતન વિકાસ દ્વારા ગુજરાતના દરિયાઈ ક્ષેત્રને વધુ સુદ્રઢ કરવાનો હોવાનું પણ શ્રી પટેલે ઉંમેર્યું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.