મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં ગુજરાત સમુદ્રી બોર્ડ સાથે ગુજરાત પીપાવાવ બંદર લિમિટેડ દ્વારા 17 હજાર કરોડ રૂપિયાના મૂડી રોકાણ માટેના સમજૂતી કરાર-MoU સંપન્ન થયા. આ પ્રોજેક્ટથી ભવિષ્યમાં પ્રત્યક્ષ અને પરોક્ષ મળીને 25 હજાર જેટલી નવી રોજગારીની તકનું સર્જેન થશે. આ પ્રસંગે શ્રી પટેલે કહ્યું, આ MoUના પરિણામે પીપાવાવ બંદરના વિસ્તરણ અને આધુનિકીકરણ તરફના મહત્વપૂર્ણ પગલાથી દેશના સમુદ્રી પ્રવેશદ્વાર તરીકેની રાજ્યની ઓળખ વધુ સુદ્રઢ થશે. આધુનિક માળખાકીય વિકાસ અને પીપાવાવ બંદરના ક્ષમતા વિસ્તરણથી રાજ્યમાં બંદર વિકાસને નવી દિશા મળશે.
Site Admin | ઓક્ટોબર 29, 2025 3:06 પી એમ(PM)
ગુજરાત સમુદ્રી બોર્ડ સાથે ગુજરાત પીપાવાવ બંદર લિમિટેડ દ્વારા 17 હજાર કરોડ રૂપિયાના મૂડી રોકાણ માટેના સમજૂતી કરાર-MoU સંપન્ન.