ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 28, 2024 7:27 પી એમ(PM) | ગણિત વિજ્ઞાન પ્રદર્શન

printer

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન કારેલીબાગ વડોદરા આયોજિત બીઆરસી સાવલીના સી.આર.સી મેવલી ખાતે ક્લસ્ટર કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન કારેલીબાગ વડોદરા આયોજિત બીઆરસી સાવલીના સી.આર.સી મેવલી ખાતે ક્લસ્ટર કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. જેમાં મુખ્ય વિષય ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી અંતર્ગત ક્લસ્ટરની ૧૧ શાળાઓ દ્વારા વિવિધ ૧૭ શૈક્ષણિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ અને હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા કૃતિઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ બાળ વૈજ્ઞાનિકોને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર અને ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું..