ફેબ્રુવારી 28, 2025 9:27 એ એમ (AM)

printer

ગુજરાત વેપાર ઉદ્યોગ મહામંડળ-GCCI દ્વારા અમદાવાદમાં આવતીકાલે સસ્ટેનિબિલિટી સમિટ 2025નું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાત વેપાર ઉદ્યોગ મહામંડળ-GCCI દ્વારા અમદાવાદમાં આવતીકાલે સસ્ટેનિબિલિટી સમિટ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. પર્યાવરણ જાળવણી મુદ્દે જાગૃતિ લાવવા અને રાજ્યમાં સાતત્યતા અને ઔદ્યોગિક વિકાસ વચ્ચે સહયોગ પ્રસ્થાપિત કરવા મંચ પૂરો પાડવાનાં હેતુથી આ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અંગે જીસીસીઆઇના પ્રમુખ સંદીપ એન્જિનિયરે જણાવ્યું કે, 2070 સુધીમાં નેટ ઝીરો કાર્બન એમિશનનો લક્ષ્યાંક હાંસલ કરવા ઉદ્યોગો અને શહેરીજનોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. આ સમિટમાં ખાસ કરીને, સુક્ષ્મ, લઘુ અને મધ્યમ એકમો-MSMEને સશક્ત બનાવવા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.