ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 8, 2025 3:37 પી એમ(PM)

printer

ગુજરાત વિધાનસભા સત્રના પહેલા દિવસનો પ્રારંભ આજે પ્રશ્નોત્તરી કાળથી થયો.

ગુજરાત વિધાનસભા સત્રના પહેલા દિવસનો પ્રારંભ આજે પ્રશ્નોત્તરી કાળથી થયો. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે, એક કલાકના પ્રશ્નોત્તરી કાળમાં મુખ્યમંત્રી હસ્તકના મહેસૂલ, શહેરી વિકાસ, માર્ગ અને મકાન, ગૃહ અને પંચાયત તથા રમતગમત યુવા અને સાંસ્કૃતિક બાબતો સહિતના વિભાગના પ્રશ્નો પર ચર્ચા થઈ.
ત્યારબાદ ગૃહમાં પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય વિજય રૂપાણી સહિત અમદાવાદની વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દિવંગતો, પૂર્વ મંત્રી સ્વર્ગીય હેમાબેન આચાર્ય, ઈશ્વરસિંહ ચાવડા, નૂરજહાંબખ્ત બાબી, પૂર્વ નાયબ મંત્રી સ્વર્ગીય બળવંતરાય મણવર તથા રાજ્યના પૂર્વ સભ્યો સ્વર્ગીય ભૂપેન્દ્ર કુમાર પટણી અને રણછોડ મેરના અવસાન અંગે શોકદર્શક ઉલ્લેખ રજૂ કરાયાં.
ગૃહમાં ગુજરાત માલ અને સેવા વેરા દ્વિતીય સુધારા અને ગુજરાત જનવિશ્વાસ જોગવાઈઓના સુધારા ખરડો રજૂ કરાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.