ફેબ્રુવારી 28, 2025 7:19 પી એમ(PM)

printer

ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે અંબાજીના વિકાસ, અમરેલી દુષ્કર્મ કેસ સહિત અનેક મુદ્દાઓ ઉઠ્યા હતા

ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે અંબાજીના વિકાસ, અમરેલી દુષ્કર્મ કેસ સહિત અનેક મુદ્દાઓ ઉઠ્યા હતા. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે, અંબાજીના વિકાસ મુદ્દે ગૃહમાં બંને પક્ષે વિશેષ ચર્ચા કરવામાં આવી. કૉંગ્રેસ નેતા અમિત ચાવડાએ ગૃહમાં સરકારને ઝૉન ફેર અંગે મળેલી અરજીઓ અને ખાણખનીજ વિભાગમાં ખાલી જગ્યાઓ ભરવા અંગે પણ
પ્રશ્ન પૂછ્યો હતો. બીજી તરફ રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માએ વિધાનસભા ગૃહમાં ભ્રષ્ટાચાર કરતા અધિકારીઓ સામે કડક કાર્યવાહી થઈ હોવાની સ્પષ્ટતા કરી હતી. કૉંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણીએ
સુરેન્દ્રનગરના મૂળીમાં ત્રણ શ્રમિકના ગેસ ગળતરથી થયેલા મૃત્યુ અંગે ગૃહમાં પ્રશ્ન પૂછતાં મંત્રી બળવંતસિંહ રાજપૂતે જવાબ આપ્યો હતો. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ બોટાદ જિલ્લામાં એક વર્ષમાં અપાયેલા લાઈસન્સ અંગે પ્રશ્ન પૂછ્યો હતો. આ ઉપરાંત અમરેલી જિલ્લામાં બનેલી દુષ્કર્મની ઘટના અંગે પણ સત્તાપક્ષ અને વિરોધ પક્ષના નેતાઓએ સામસામે નિવેદન કર્યા હતા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.