ગુજરાત વિધાનસભા ગૃહના નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૧૫મી વિધાનસભાના પાંચમાં સત્રના પ્રથમ દિવસે શોકદર્શક ઠરાવો રજૂ કર્યા હતા.તેમણે પૂર્વ રાજ્યપાલ સ્વ. ડૉ. કમલા બેનીવાલને શ્રદ્ધાંજલિ આપી હતી.
આ ઉપરાંત પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી બિપીન શાહ તેમજ પૂર્વ સભ્યો સ્વ. શિવભદ્રસિંહ ગોહિલ, સ્વ. રત્નાભાઈ ઠુંમર, સ્વ. રામસિંહ સોલંકી, સ્વ. નંદકિશોર દવે, સ્વ. ખુરશીદ હૈદર પીરઝાદા, સ્વ. સામતભાઈ રાઠોડ અને સ્વ. કરશનભાઈ ઓડેદરાને શ્રદ્ધાંજલિ આપી હતી.
વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, મંત્રીઓ તથા સત્તાપક્ષ અને પ્રતિપક્ષના ધારાસભ્યઓએ દિવંગત પૂર્વ સભ્યોને ભાવાંજલિ આપી હતી. સભાગૃહે બે મિનીટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી.
ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના વડાપ્રધાન તરીકે ત્રીજી વખત પદ સંભાળ્યું તે બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાન ગૃહના નેતા તરીકે અભિનંદન સંકલ્પ રજૂ કર્યો.
Site Admin | ઓગસ્ટ 21, 2024 7:27 પી એમ(PM)
ગુજરાત વિધાનસભા ગૃહના નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૧૫મી વિધાનસભાના પાંચમાં સત્રના પ્રથમ દિવસે શોકદર્શક ઠરાવો રજૂ કર્યા હતા