ગુજરાત વિધાનસભા ખાતે આજે ધારાસભ્યો અને પત્રકારોમાટે ચાર દિવસનાં હેલ્થ ચેકઅપ કેમ્પનો પ્રારંભ થયો છે. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું કે, બિમાર થયા પછી નહીંપરંતુ તેના પહેલા રોગની તપાસ થઈ જાય તે ખૂબ જરૂરી છે. આકૅમ્પમાં ઓપીડી ચેકઅપ સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો દ્વારા તપાસકરવામાં આવશે. આ કેમ્પમાં આયુર્વેદિક પદ્ધતિને ધ્યાને રાખીને પ્રકૃતિ પરીક્ષણનું પણ આયોજન કરવામાંઆવ્યું છે. આ પ્રસંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, આ હેલ્થ ચેક અપમાં આયુર્વેદિક તેમજ એલોપેથિકતજજ્ઞો દ્વારા રોગોનાં નિદાન અને ઉપચાર માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.
Site Admin | માર્ચ 18, 2025 2:06 પી એમ(PM) | Healthcheckup
ગુજરાત વિધાનસભા ખાતે આજે ધારાસભ્યો અને પત્રકારો માટે ચાર દિવસનાં હેલ્થ ચેકઅપ કેમ્પનો પ્રારંભ થયો
