ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 11, 2025 3:53 પી એમ(PM) | ગુજરાત વિધાનસભા

printer

ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન વિવિધ વિભાગના પ્રશ્નોની ચર્ચા કરાઇ.

ગુજરાત વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરી કાળમાં આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો, પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, આબોહવા પરિવર્તન વિભાગના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી.
અમારા પ્રતિનિધિ જણાવે છે કે, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ ધારાસભ્યોને તેમની સંમતિ વગર વિધાનસભાની કાર્યવાહીનું રેકોર્ડિંગ પ્રદર્શિત ન કરવાની સ્પષ્ટ સૂચના આપી હતી. સૂચનાનું પાલન ન કરનારા સભ્ય સામે કડક કાર્યવાહી કરાશે, તેમ જ આ સૂચનાનો તાત્કાલિક અમલ કરવા તેમણે ટકોર કરી હતી.
બીજી તરફ શ્રી ચૌધરીએ આવતીકાલે વિધાનસભા સત્ર પૂર્ણ થયા પછી હોળીની ઉજવણી કરાશે તેવી જાહેરાત પણ કરી હતી.