ગુજરાત વિધાનસભામાં ઉદ્યોગ, શ્રમ કૌશલ્ય વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારીતા તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગના પ્રશ્નોની ચર્ચા થઈ રહી છે. ત્યારબાદ પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ તેમજ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગની માંગણીઓ ઉપર ચર્ચા કરાશે.
સવારે ગૃહમાં રાજ્ય કક્ષાની તકેદારી અને મોનીટરીંગ સમિતિનો પ્રશ્ન અંગે ચર્ચા થઈ. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે વધુ બેઠકો બોલાવવા સૂચના કર્યું હતું. જેના જવાબમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે બેઠકમાં ધારાસભ્યની હાજરી જરૂરી હોય છે, બેઠક અંગે સરકાર દ્વારા ટેલિફોનથી પણ માહિતગાર કરવામાં આવે છે.
Site Admin | માર્ચ 21, 2025 2:59 પી એમ(PM) | ગુજરાત વિધાનસભા
ગુજરાત વિધાનસભામાં ઉદ્યોગ, શ્રમ કૌશલ્ય વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારીતા તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગના પ્રશ્નોની ચર્ચા થઈ
