સપ્ટેમ્બર 9, 2025 2:20 પી એમ(PM)

printer

ગુજરાત વિધાનસભામાં આજે મુખ્યમંત્રી ઓપરેશન સિંદૂરની સફળતા અંગેનો અભિનંદન પ્રસ્તાવ ગૃહમાં રજૂ કરશે.

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના આજે બીજા દિવસે કાર્યવાહી શરૂ થઈ છે. આજે ગૃહમાં વિવિધ ધારાસભ્યો દ્વારા પૂછાયેલા પ્રશ્નોત્તરી સહિતની કામગીરી હાથ ધરાઇ હતી.
મુખ્યમંત્રી આજે ઓપરેશન સિંદૂરની સફળતા અંગેનો અભિનંદન પ્રસ્તાવ ગૃહમાં રજૂ કરશે જ્યારે નાણા મંત્રી કનુ દેસાઇ જીએસટીમાં કરાયેલા સુધારા અંગેનો પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કરતો પ્રસ્તાવ રજૂ કરશે.
આ ઉપરાંત ગુજરાત માલ અને સેવા વેરા વિધેયક તેમજ ગુજરાત જનવિશ્વાસ જોગવાઇ સુધારા વિઘેયક પણ આજે રજૂ કરાશે.