ગુજરાત વિધાનસભામાં આજે નાણા, ઊર્જા, સહકાર વિભાગ તેમ જ પાણી પૂરવઠા વિભાગના વિવિધ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી. દરમિયાન કાયદા અને આરોગ્ય વિભાગની માગણીઓ પર ચર્ચા સાથે મતદાન થશે. વિધાનસભામાં એક પ્રશ્નના જવાબમાં ઊર્જામંત્રી કનુ દેસાઈએ કહ્યું: ‘જ્યોતિગ્રામ યોજનાનો લાભ વાડી અને ખેતર સુધી પહોંચાડવા રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં નિર્ણય લેવાશે.’ ખેડૂતોને દિવસે અપાતી વીજળી અંગે માહિતી આપતા શ્રી દેસાઈએ કહ્યું: ‘છોટા ઉદેપુર જિલ્લાના અનેક ગામડાને દિવસે વીજળી અપાય છે. આનાથી વન્ય પ્રાણીઓના ત્રાસ વચ્ચે ખેતી કરતા ખેડૂતોને રાહત મળી છે.’ રાજ્યના અન્ય બાકી રહેતા ખેડૂતોને પણ દિવસે વિજળી આપવાની કામગીરી પ્રગતિમાં હોવાનું શ્રી દેસાઈએ ઉમેર્યું હતું.
Site Admin | માર્ચ 25, 2025 2:57 પી એમ(PM) | ગુજરાત વિધાનસભા
ગુજરાત વિધાનસભામાં આજે નાણા, ઊર્જા, સહકાર વિભાગ તેમ જ પાણી પૂરવઠા વિભાગના વિવિધ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી
