સપ્ટેમ્બર 10, 2025 7:20 પી એમ(PM)

printer

ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસીય ચોમાસુ સત્ર સંપન્ન- કુલ પાંચ ખરડા સર્વાનુમતે પસાર

15-મી ગુજરાત વિધાનસભાના સાતમા ચોમાસું સત્રનો આજે ત્રીજો અને અંતિમ દિવસ હતો. આજે ગૃહમાં ભારતના નિયંત્રક અને મહાલેખા પરિક્ષક-CAGનો અહેવાલ રજૂ કરાયો. ઉપરાંત આજે ત્રણ ખરડા ગૃહમાં રજૂ કરાયા. ત્રણ દિવસના સત્ર દરમિયાન સભાગૃહમાં મૌખિક જવાબ માટેના કુલ એક હાજર 225 તારાંકિત પ્રશ્નના જવાબો ગૃહમાં રજૂ થયા. તે પૈકી કુલ 29 પ્રશ્ન પર ગૃહમાં મૌખિક ચર્ચા થઈ.
ગૃહમાં આ સત્ર દરમિયાન કુલ પાંચ સરકારી ખરડા પસાર થયા. તેમજ ઑપરેશન સિન્દૂરની સફળતા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવવા અંગેના સરકારી પ્રસ્તાવ પણ સર્વાનુમતે પસાર કરાયો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.