સપ્ટેમ્બર 8, 2025 1:49 પી એમ(PM)

printer

ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસનું ચોમાસુ સત્ર આજથી શરૂ સત્રમાં પાંચ વિધેયક રજૂ કરાશે.

ગુજરાત વિધાનસભા સત્રના પહેલા દિવસનો પ્રારંભ આજે પ્રશ્નોત્તરી કાળથી થયો. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે, ગૃહમાં મુખ્યમંત્રી હસ્તકના મહેસૂલ, શહેરી વિકાસ, માર્ગ અને મકાન, ગૃહ અને પંચાયત તથા રમતગમત યુવા અને સાંસ્કૃતિક બાબતો સહિતના વિભાગના પ્રશ્નો પર ચર્ચા થઈ રહી છે.
એક કલાકના પ્રશ્નોત્તરી કાળ બાદ શોકદર્શક ઉલ્લેખ રજૂ કરાશે. પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય વિજય રૂપાણી સહિત અમદાવાદની વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે. શોકદર્શક ઉલ્લેખ બાદ કાગળ અને મંજૂરી મળેલા ખરડાઓ વિધાનસભા મેજ પર મુકાશે.
ઉપરાંત કામકાજ સલાહકાર સમિતિનો અહેવાલ, વસ્તુ અને સેવા કર- GST સુધારા ખરડો, ગુજરાત જનવિશ્વાસ જોગવાઈઓનો સુધારા ખરડો ગૃહમાં રજૂ થશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.