ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 20, 2024 3:52 પી એમ(PM) | વિધાનસભા

printer

ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસનુ ચોમાસુ સત્ર આવતીકાલથી શરૂ થશે

ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસનુ ચોમાસુ સત્ર આવતીકાલથી શરૂ થઇ રહ્યું છે. પંદરમી વિધાનસભાના પાંચમુ સત્ર 21 થી 23 એમ ત્રણ દિવસનુ રહેશે.. આ ત્રણ દિવસના આ સત્રના પ્રથમ દિવસની શરૂઆત શોકદર્શક ઠરાવો દ્વારા થશે.. ગુજરાત વિધાનસભામાં પૂર્વ ધારાસભ્યો અને અન્ય રાજકીય- સામાજીક આગેવાનોના નિધન અંગે શોકદર્શક ઠરાવ પસાર કરીને તેમને શ્રધ્ધાંજલી અર્પવામાં આવશે..આ શોકદર્શક ઠરાવો બાદ સરકારી વિધેયકો અને સરકારી કામકાજ કરવામાં આવશે.. પહેલા દિવસે બે સત્રમાં કામગીરી કરવામાં આવશે. જ્યારે ગુરૂવાર એટલે કે સત્રના બીજા દિવસે સરકારી વિધેયકો રજૂ કરવામાં આવશે અને ગૃહના કામકાજના સમય દરમિયાન આ કામગીરી અને વિધયકો ઉપર ચર્ચા કરવામાં આવશે જ્યારે સત્રના ત્રીજા અને અંતિમ દિવસે સરકારી વિધેયકો અને સરકારી કામકાજ કરવામાં આવશે જ્યારે અંતિમ સત્રમાં છેલ્લા દિવસનો પ્રસ્તાવ રજૂ કરીને ગૃહનું સમાપન કરવામાં આવશે