સપ્ટેમ્બર 10, 2025 12:29 પી એમ(PM)

printer

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના આજના છેલ્લા દિવસે ત્રણ સરકારી વિધેયક અને કેગનો અહેવાલ રજૂ થશે

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજના છેલ્લા દિવસે ત્રણ સરકારી વિધેયકો રજૂ કરવામાં આવશે. તારાંકિત પ્રશ્નોના સંબધિત વિભાગોના મંત્રીઓ દ્વારા જવાબ આપવાથી સવારે નવ વાગે ગૃહન કામગીરી આરંભાશે. જ્યારે વિવિધ વિભાગોના વાર્ષિક અહેવાલો પણ રજૂ કરાશે. તેમજ આજે કેગનો રિપોર્ટ પણ ગૃહમાં રજૂ કરાશે. જ્યારે છેલ્લા દિવસનો પ્રસ્તાવ પણ ગૃહમાં રજૂ કરાશે.