ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા આહીરે આજે પોતાના હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે અન્ય હોદ્દાના કામની વ્યસ્તતાના કારણે તેઓએ રાજીનામું આપ્યું છે. શ્રી આહીરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મંત્રી રત્નાકરની ઉપસ્થિતિમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું સોંપ્યું છે.
Site Admin | ડિસેમ્બર 25, 2025 3:43 પી એમ(PM)
ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા આહીરે આજે પોતાના હોદ્દા પરથી રાજીનામું આપ્યું.