ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ આજે ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભા ખાતે સ્વાતંત્ર્ય સેનાની અબ્બાસ તૈયબજીની જન્મજયંતી નિમિત્તે તેમના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર, ધારાસભ્ય, વિધાનસભાના અધિકારી તેમજ કર્મચારીઓ અને શાળાના બાળકોએ શ્રી તૈયબજીને પુષ્પ અર્પણ કર્યા હતા.
શ્રી ચૌધરીએ જણાવ્યું કે, સ્વર્ગીય તૈયબજીનો જન્મ પહેલી ફેબ્રુઆરી 1854ના રોજ વડોદરા ખાતે થયો હતો. વડોદરામાં અભ્યાસ પૂર્ણ કરી તેઓ લંડન જઈ બેરિસ્ટર બન્યા અને સયાજીરાવ ગાએકવાડ સરકારમાં ન્યાયાધીશ અને ત્યારબાદ મુખ્ય ન્યાયાધીશ બન્યા હતા. શ્રી ચૌધરીએ શ્રી તૈયબજી પાસેથી દેશભક્તિ શિખવા પણ લોકોને અપીલ કરી હતી.
Site Admin | ફેબ્રુવારી 1, 2025 7:29 પી એમ(PM)
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ આજે ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભા ખાતે સ્વાતંત્ર્ય સેનાની અબ્બાસ તૈયબજીની જન્મજયંતી નિમિત્તે તેમના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી
